મોરબીમાં સમસ્ત કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજીત વિદ્યાર્થી સત્કાર સમારંભમાં સમાજના તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે આગામી તા.22 જૂન ને રવિવારના રોજ યોજાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક વિધાર્થીઓ માટે ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા. 10 જૂન રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ મોરબીના કડીયા બોર્ડીંગ, મહારાણા પ્રતાપ સર્કલ ખાતે યોજાશે. ત્યારે સમાજના જે કોઈ વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તે આયોજકો જગદીશભાઈ બાંભણીયા મો. ૯૧૦૬૫ ૧૮૧૮૯, દિનેશભાઈ સાંથલીયા મો. ૯૮૭૫૦ ૧૪૧૫૫, અજયભાઈ વાઘાણી મો. ૯૯૦૯૮ ૪૧૧૦૦ અને રાજેશભાઈ છેલાણીયા મો. ૯૦૩૩૧ ૫૬૬૬૪ ને વહેલાસર સંપર્ક કરી શકે છે.




