Monday, April 20, 2026
HomeMorbiMaliya Miyanaમોટા દહિસરાથી નવલખી રોડ પર લુખ્ખા તત્વએ ગાળો આપી તમંચાથી ગાડીમાં બેસેલા...

મોટા દહિસરાથી નવલખી રોડ પર લુખ્ખા તત્વએ ગાળો આપી તમંચાથી ગાડીમાં બેસેલા યુવક પર ત્રણ ફાયરિંગ કરી ઇજા પહોંચાડી 

Advertisement
Advertisement

મોરબી જીલ્લામાં ક્રાઈમ રેટ દિનપ્રતિદિન વધી રહ્યો છે. મોરબી જિલ્લામાં જાણે લુખ્ખા તત્વોને પોલીસનો ડર જ નથી, છરી અને બંદુક સાથે રાખી ફરી રહ્યા છે ત્યારે માળિયા મીયાણા તાલુકાના મોટા દહિસરાથી નવલખી રોડ જીઇબી પાવર હાઉસ સામે રોડ પર યુવકની ગાડીના કાચ ખોલાવી ગાળો આપતા યુવકે ગાળો આપવાની ના પાડતા આરોપીએ તમંચાથી ત્રણ ફાયરિંગ કરી ગંભીર ઈજાઓ કરી હોવાની માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, મૂળ મોરબી તાલુકાના હજનાળી ગામના વતની અને હાલ મોરબી મોટી કેનાલ અવની ચોકડી પાસે પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહેતા અને બાંધકામનો ધંધો કરતા તરુણભાઈ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામીએ આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી મોટા દહિંસરા નવલખી રોડ પર જીઇબી સ્ટેશન સામે પોતાની ફોર વ્હીલ લઇ ઉભા હતા ત્યારે આરોપી આવી ફરીયાદીની ગાડીનો કાચ ખોલાવી ગાળો આપી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી એકદમ ફરીયાદીને મારી નાખવાના ઈરાદાથી તમંચા જેવા હથિયારથી ફરીયાદી પર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી ફરિયાદીને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular