મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર, મૃત્યુ પામેલો અજાણ્યો પુરૂષ ઉ.વ.30 થી 40 તા.21 ના પહેલા કોઇ પણ વખતે મોરબી તાલુકાના રવીરાજ ચોકડી પાસે રતનસીભાઇ કરમશીભાઇ વિસોડીયા રહે લક્ષ્મીનગર તા.જિ મોરબીવાળાના ખેતરના શેઢા પાસે બાવળ નીચે મૃત્યુ પામેલી હાલતમાં લાશ મળી આવતા બનાવ સ્થળે ઇન્કવેસ્ટ કાગળો કરી પોસ્ટમોર્ટમ માટે પ્રથમ મોરબી સરકારી હોસ્પીટલ ખાતે તા-21 ના પી.એમ કરવામાં આવેલ છે. આ મૃતક વ્યક્તિ વિશે કોઈ માહિતી મળે તો તપાસ કરનાર – સી.કે.પઢીયાર પો.હેઙ.કોન્સ. મો.નં.૯૭૨૩૩ ૩૪૪૯૭ અથવા મોરબી તાલુકા પોસ્ટે ટે.નં-૦૨૮૨૨-૨૪૨૫૯૨ પર સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.




