Monday, April 20, 2026
HomeMorbiટંકારા નજીક થયેલી 90 લાખની લૂંટમાં આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર 

ટંકારા નજીક થયેલી 90 લાખની લૂંટમાં આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર 

Advertisement
Advertisement

ટંકારા નજીક ખજૂરા હોટલ પાસે થયેલી રૂ.90 લાખની લૂંટના બનાવમાં પોલીસે ગણતરીના સમયમાં જ બે આરોપીઓને પકડી લીધા હતા. આ બે આરોપીઓને 7 દિવસના રિમાન્ડ પર લઈ સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા.21ના રોજ નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી રહે. રાજકોટ તથા જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર ૨હે, રાજકોટવાળા બન્ને રાજકોટ 150 ફુટ રોડ પર આવેલી ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગડીયા પેઢીના રોકડા રૂ. 90 લાખ કારમાં લઈને રાજકોટથી મોરબી આવતા હતા તે અરસામાં સાતેક લૂંટારુંઓએ બલેનો તથા પોલો કારથી ફરિયાદીની કારને ટક્કર મારી મોઢે રૂમાલ બાંધી લાકડાના ધોકા, પાઇપ, છરી સાથે ઉતરી રૂ.90 લાખની લૂંટ કરી નાશી ગયા હતા.

જો કે, પોલીસે ત્વરિત હરકતમાં આવી અભિભાઈ લાલાભાઇ અલગોતર (ઉ.વ.24) રહે.ભાવનગર અને અભીજીતભાઈ ભાવેશભાઈ ભાર્ગવ (ઉ.વ.25) રહે.ભાવનગર બન્ને રૂ.72.50 લાખની રોકડ સાથે પકડી લીધા હતા. આ બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જેથી હવે પોલીસ દ્વારા આ આરોપીઓ ક્યાં રોકાયા હતા? ક્યારે પ્લાન બનાવ્યો હતો ? કોણે ટીપ આપી હતી? તે સહિતના પ્રશ્નો પરથી પડદો ઉચકવા સઘન પૂછપરછ હાથ ધરશે.

વધુમાં ફરાર અન્ય આરોપી હીતેષભાઇ પાંચાભાઈ ચાવડા રહે. સાજણાસર તા.પાલીતાણા જી.ભાવનગર, નિકુલભાઈ કાનાભાઈ અલગોતર, દર્શીલ ભરવાડ, કાનો આહીર રહે. બધા ભાવનગર અને એક અજાણ્યા શખ્સને પકડી લેવા ડીવાયએસપી સમીર સારડાની અધ્યક્ષતામાં પોલીસની 5 ટિમો બનાવવામાં આવી છે. તેવું જાણવા મળ્યું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular