HomeMorbiMaliya Miyanaજુના ઘાટીલા ગામે દંપતિ ભાઈના ખબર અંતર પૂછવા જતા જાનથી મારી નાખવાની...

જુના ઘાટીલા ગામે દંપતિ ભાઈના ખબર અંતર પૂછવા જતા જાનથી મારી નાખવાની ધમકી મળી

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે મહિલા તથા તેમના પતિ તેમના ભાઈએ કેન્સરનુ ઓપરેશન કરાવ્યું હોવાથી તેના ખબર અંતર પૂછવા જતા આરોપીને સારૂ ન લાગતા દંપતીને લાકડીના ઘા મારવા ધસી આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના રોહિદાસપરા મેઇન રોડ પર શાંતિવન સોસાયટીમાં રહેતા નાનીબેન મુળજીભાઈ સોલંકી (ઉ.વ.55) એ આરોપી કેશુભાઈ તિકમભાઈ ચાવડા તથા વિનુબેન કેશુભાઈ ચાવડા રહે. બધા ગામ જુના ઘાટીલાવાળા વિરુદ્ધ માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી તથા તેમના પતિ તેમના ભાઇ લખમણભાઇ તિકમભાઇ ચાવડાને મોઢાના જડબાનુ કેન્સરનુ ઓપરેશન કરાવ્યું હોવાથી તેની ખબર-અંતર પુછવા જુના ઘાંટીલા ગામે ગયેલા ત્યારે આરોપીઓએ એકદમ ઉશ્કેરાઇને ફરીયાદીને તથા તેમના પતિને લાકડીથી મારવા ધસી આવ્યા હતા અને ગાળા ગાળી કરી હવે તમે કેટલા દિવસ જીવતા રહો છો એ જોઈ લેશુ મારી પાસે ઘણા બધા ગુંડા માણસો છે. તેવુ કહી ફરીયાદીને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular