HomeMorbiMaliya Miyanaજાજાસર ગામની સીમમા નીકળતા બોલરોમાં ભરેલા શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રોડકટનો પર્દાફાશ, 14.15 લાખનો...

જાજાસર ગામની સીમમા નીકળતા બોલરોમાં ભરેલા શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રોડકટનો પર્દાફાશ, 14.15 લાખનો મુદ્દામાલ જપ્ત

માળીયા મીયાણા તાલુકાના જાજાસર ગામની સીમમા આવેલા આરબ સોલ્ટ નામના મીઠાના કારખાના પાસેથી બોલેરો ગાડીમાં શંકાસ્પદ પેટ્રોલીંયમ પ્રોડકટ તથા સંગ્રહનો પર્દાફાશ કરી રૂ.14.15 લાખના મુદામાલ સાથે એક શખ્સને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે.

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો પોલીસ સર્વેલન્સ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા હતો તે દરમિયાન પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, જાજાસર ગામની સીમમા આવેલ આરબ સોલ્ટ પાસે એક બોલેરો ગાડીમા શંકાસ્પદ પેટ્રોલીંયમ પ્રોડકટ ભરીને વેચાણ અર્થે જઈ રહ્યો છે, જેથી આ શંકાસ્પદ બોલેરો ગાડી રોકી ચેક કરતા બોલેરો ચાલક પાસે ગાડીમા ભરેલ પેટ્રોલીંયમ પ્રોડકટ વિશે લાયસન્સ કે પરમીટ માંગતા તેની પાસે ન હોય, વધુ યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા પોતે બોલેરો ગાડીમા ભરેલ જથ્થો આરબ સોલ્ટનામના મીઠાના કારખાના પાસે લોખંડના બે ટાંકામા સંગ્રહ કર્યો હોવાનું જણાવતા તે જગ્યા એ તપાસ કરતા બોલેરો ગાડીમાં ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા પેટ્રોલીંયમ પ્રોડકટનો 70 હજારની કિંમતનો 1 હજાર લિટર જથ્થો અને 2 લાખની બોલેરો ગાડી અને લોખંડના ટાંકામાં આશરે 13,500 લીટર પેટ્રોલીયમ પ્રોડકટનો જથ્થો જેની કી રૂ.9.45 લાખ અને ટાંકાની કિંમત રૂ. 2 લાખ મળી કુલ રુ. 14.15 લાખના મુદામાલ સાથે આરોપી અશોકકુમાર છોટુરામ ચૌધરી (ઉ.વ.39) રહે, હાલ આરબ સોલ્ટ જાજાસર ગામનીસીમ, તા. માળીયા મિયાણા મુળ રહે. રાજસ્થાનવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા આગળ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular