ટંકારાના લજાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીમનાથ મહાદેવ રોડ પર આવેલ પવનસુત પ્લાસ્ટિક પેક એલ.એલ.પી નામના કારખાનાના માલિક જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાથી માહિતગાર હોવા છતાં પોતાના કારખાનામાં સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડિંગ 30 દિનનુ ન રાખતા આરોપી માલિક વિરુદ્ધ ટંકારા પોલીસે જાહેરનામા ભંગ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ટંકારા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો અને સ્ટાફ જાહેરનામા ભંગ હેઠળની કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે મોરબી જેઇલ રોડ ઇન્ડિયન બેન્કની સામે રહેતા અને વેપાર કરતા આરોપી પંકજભાઈ ભગવતીપ્રસાદ જોષી (ઉ.વ.47)એ પોતાની માલિકીના ટંકારાના લજાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીમનાથ મહાદેવ રોડ પર આવેલા પવનસુત પ્લાસ્ટિક પેક એલ.એલ.પી નામના કારખાનામાં સી.સી.ટી.વી કેમેરાનુ 30 દિવસનું રેકોર્ડિંગ રાખવા જાહેરનામુ અમલમાં છે ત્યારે આરોપી પોતે જાહેરનામાથી માહિતગાર હોવા છતાં પોતાના કારખાનામાં સી.સી.ટી.વી કેમેરાનુ 30 દિવસનું રેકોર્ડિંગ રાખ્યું ન હોવાથી આરોપીએ જાહેરનામાનો ભંગ કરતા ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




