Monday, May 4, 2026
HomeMorbiHalvadહળવદના દેવળીયા ગામની સીમમાં રહેતા ખેતમજૂરે પુત્રને પબજી ગેમ રમવાની ના પાડતા...

હળવદના દેવળીયા ગામની સીમમાં રહેતા ખેતમજૂરે પુત્રને પબજી ગેમ રમવાની ના પાડતા પુત્રનો આપઘાત 

Advertisement
Advertisement

હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારમાં પિતાએ મોબાઈલ ફોનમાં પબજી ગેમ રહેતા પુત્રને ઠપકો આપી ગેમ રમવાને બદલે ખેતીમાં ધ્યાન આપવાનું કહેતા યુવાન પુત્રએ ગળેફાંસો ખાઈ આપઘાત ક૨ી લેતા ખેત મજૂર પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં રમેશભાઈ આંબારામભાઈ પટેલની વાડીમાં રહી ખેતમજૂરી કરતા મૂળ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વતની જયેશકુમાર અર્જુનભાઈ નાયક ઉ.23 નામનો યુવાન ખેત મજૂરી કરવાને બદલે મોબાઈલ ફોનમાં સતત પબજી ગેમ રમતો હોવાથી ગઈકાલે જમવા સમયે જયેશના પિતા અર્જુનભાઈ મનસુખભાઈ નાયકે ગેમ રમવાને બદલે ખેતીના ધ્યાન આપવા ઠપકો આપતા જયેશને મનોમન લાગી આવતા વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular