મોટા દહીંસરાથી નવલખી રોડ જી.ઈ.બી.પાવર હાઉસ સામે રોડ પર ગત તા.20 એ રાત્રે નવ સાડા નવેક વાગ્યે આઇ-20 કાર GJ36R5350 માં મોરબીના તરૂણભાઇ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામી/પટેલ (ઉ.વ.46) રહે. પ્રમુખ એપાર્ટમેન્ટ મોટી કેનાલ અવની ચોકડી પાસે મોરબી મુળ રહે હજનાળી તા.જી.મોરબી વાળા પોતાની કાર લઈ ઉભા હતા ત્યારે આશરે 30 વર્ષનો યુવાન આવી પોતાની ગાડીનો કાચ ખોલાવી ગાળો બોલતો હોય જેને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ મારી નાખવાના ઇરાદાથી પોતાની પાસે રહેલા તમંચા જેવા હથીયારથી પોતાના પર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી ગંભીર ઇજાઓ કરી ગુનો કર્યાની ફરીયાદ જાહેર કરતા આ બનાવ અંગે માળીયા (મી) પોસ્ટ ખાતે તા. 21 મી ના રોજ ભારતીય ન્યાય સંહીતા ની કલમ 109(1), 118(1) તથા આર્મ્સ એક્ટની કલમ 25(1-બી), (એ), 27(1), 27(2) તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર થયો હતો.
જે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ અશોકકુમાર (IPS) પોલીસ નિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ તથા રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક, પોલીસ ઇન્સ. એમ.પી.પંડ્યા એલ.સી.બી મોરબીનાઓએ તાત્કાલીક ગુનો શોધી કાઢવા તથા સંડોવાયેલ આરોપી પકડી પાડવા સુચના આપી હોય એલ.સી.બી મોરબી તથા એલ.સી.બી પેરોલ ફર્લો, ટેકનીકલ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ઉપરોકત કામગીરી કાર્યરત કરવા ઉપરોકત વણશોધાયેલ ગુનો શોધી કાઢવા માટે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડની એ અલગ-અલગ ટીમોને અલગ-અલગ કામગીરી સોંપી હતી. જેમાં બનાવ સ્થળની વિઝીટ કરી બનાવ સ્થળની આજુબાજુમાં આવેલ દુકાન હોટલ તથા પેટ્રોલપંપ વિગેરે જગ્યાઓએ લગાડેલા સી.સી.ટી.વી. ફૂટેજ તપાસતા તેમજ ટેકનીકલ અને હ્યુમન એનાલીસીસ કરતા આ ગુનામા સંડોવાયેલ બે શકમંદો પરેશભાઇ ગોપાલભાઈ ઉઘરેજા રહે. મોરબી પંચાસર રોડ તેમજ મકસુદ સન/ઓફ મહમદભાઇ હુસેનભાઇ નકુમ/સંધી રહે. જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબીને એલ.સી.બી.કચેરી ખાતે પુછપરછ અર્થે લાવી યુક્તિ પ્રયુક્તિ વડે પુછપરછ કરતા આ કામના તરૂણભાઇ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઈ ગામી પટેલ રહે. પ્રમુખ એપાર્ટમેન્ટ મોટી કેનાલ અવની ચોકડી પાસે મોરબી મુળ રહે. હજનાળી તા.જી.મોરબી વાળાને ધંધામાં પૈસાનુ દેણુ વધી જતા લેણદારોને પૈસા ચુકવવા ન પડે તે માટે પોતે પોતાની પર ફાયરીંગ કરવા આ કામના આરોપી 1 ને જણાવતા તેઓએ આરોપી 2 મહમદભાઇ નકુમ રહે.જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી વાળાનો સંપર્ક કરાવી ગોપાલભાઇ ગામી પર ફાયરીંગ કરવાના રૂ.3 લાખ આપવાના નક્કી કરી ફરીયાદીએ પોતે જ આ કાવતરૂ રચ્યું હોય અને પોતે એક પિસ્તોલ તથા ત્રણ જીવતા કાર્ટીસ આરોપી મકસુદને આપતા તેણે આ ફાયરીંગ કર્યું હતુ અને નક્કી થયા મુજબ આ મકસુદને રૂપીયા 3 લાખ રૂપીયાના 1.50 લાખ આપી દીધા હતા. તેમજ ફાયરીંગ કરેલ તે પિસ્તોલ પણ આ મકસુદ પાસે હોવાનું જણાવ્યું હતું તેમજ આ ગુનામાં વાપરેલા પિસ્તોલ તથા બન્ને આરોપીઓએ ગુનામાં વાપરેલ મોબાઇલ ફોન કબ્જે કરી બન્ને આરોપીઓને પકડી પાડી ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા (મિં) પો.સ્ટે.ને સોપવામાં આવેલ છે.
આ ગુનાના ફરીયાદી તરૂણભાઇ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઈ ગામીને ધંધામાં રૂપીયાનુ દેણુ થઇ જતા લેણદારો તેમની પાસે રૂપીયાની અવાર-નવાર ઉઘરાણી કરતા હોય જેથી તેમને રૂપીયા આપવા ન પડે તે માટે તેણે પોતે જ આ કામના પકડાયેલ બન્ને આરોપીઓનો સંપર્ક કરી પોતાની પર ફાયરીંગ કરવાના રૂ.3 લાખ આપી પોતેજ કાવતરૂ રચી ફરીયાદીએ રચેલ કાવતરાનો પર્દાફાશ કરી ગણતરીના દિવસોમાં બે આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડવામાં મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળી છે.




