HomeMorbiMaliya Miyanaમાળિયાના ચાંચાવદરડા ગામે ખ્રીશા પોલીમર્સમાં કામ કરતી સગીરાને માતા પિતાએ ઘરે આવવાની...

માળિયાના ચાંચાવદરડા ગામે ખ્રીશા પોલીમર્સમાં કામ કરતી સગીરાને માતા પિતાએ ઘરે આવવાની ના પાડતા ઝેરી દવા ગટગટાવી મોત વહોર્યું 

માળીયા મીયાણા તાલુકાના ચાંચાવદરડા ગામે ખ્રીશા પોલીમર્સ કારખાનાની ઓરડીમાં રહેતી સગીરાએ માતા પિતા સાથે ફોનમાં વાત કરી પોતાના કામ પરથી ઘેર પાછુ આવવાની વાત કરતા તેના માતા-પિતાએ કામ પરથી ઘરે આવવાની ના પાડતા ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવી લીધું છે.

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ માળીયા મીયાણા તાલુકાના ચાંચાવદરડા ગામે ખ્રીશા પોલીમર્સ કારખાનાની ઓરડીમાં રહેતા અને મજુરી કરતા અનીતાબેન કાલુભાઈ મચાર (ઉ.વ.16) સગીરાએ પોતાના માતા પિતા સાથે ફોનમા વાત કરી પોતાના કામ પરથી ઘરે પાછુ આવવાની વાત કરતા તેના માતા પિતાએ કામ પરથી ઘરે આવવાની ના પાડતા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તેને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પીટલમાં લાવતા ફરજ પરના તબીબે સગીરાને મૃત જાહેર કરી હતી.

આ બનાવ અંગે માળિયા (મીં) પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular