Sunday, April 19, 2026
HomeMorbiMaliya Miyanaમાળિયાના દેરાળા ગામે વીજપોલ પર ચડેલી માસૂમ બાળકીનું વીજ શોક લાગતા પ્રાણપંખેરુ...

માળિયાના દેરાળા ગામે વીજપોલ પર ચડેલી માસૂમ બાળકીનું વીજ શોક લાગતા પ્રાણપંખેરુ ઉડી ગયું

Advertisement
Advertisement

માળીયા મિયાણા તાલુકાના નવા દેરાળા ગામના પાદરમાં વિચિત્ર બનાવ બન્યો હતો, જેમાં શ્રમિક પરિવારની બાળકી રમતા રમતા વીજ પોલ પર ઉભા કરેલા ટ્રાન્સફોર્મર પર ચડી ગયા બાદ વીજ શોક લાગતા બાળકીનું પ્રાણ પંખેરૂ ઉડી જતા અરેરાટી વ્યાપી ગઈ છે.

આ કરુણ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, માળીયા મિયાણા તાલુકાના નવા દેરાળા ગામે ભાડાના મકાનમાં રહી મજૂરી કામ કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની રમેશભાઈ માંગતીયાભાઈ ભીલની પાંચ વર્ષની પુત્રી મીના ગત તા.2ના રોજ સાંજના સમયે ગામના પાદરમા આવેલ વીજ ટ્રાન્સફોર્મરના થાંભલા ઉપર ચડી જતા વીજ શોક લાગવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular