ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા અને વકિલાત કરતા યુવકના ઘરે માતાજીના પ્રસંગે કુટુંબના માણસો ભેગા થયા હતા ત્યારે આરોપીઓ પ્રસંગ કરવા રાજી ન હોવાથી પ્રસંગ કરવા બાબતે ખાર રાખી યુવક અને તેના સાથીને ગાળો આપી યુવકની આઇ ટ્વેન્ટી કારમાં આગ લગાવી નુકસાન કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા અને વકિલાત કરતા દેવજીભાઈ રાણાભાઇ ચૌહાણ (ઉ.વ.35) એ આરોપી નરેશભાઇ ઉર્ફે પોપટભાઇ રામજીભાઇ ચૌહાણ તથા દિનેશભાઇ ચનાભાઇ ચૌહાણ રહે. બન્ને નાના ખીજડીયા તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના ઘરે માતાજીના પ્રસંગમાં કુટુંબના માણસો ભેગા થયેલ હતા ત્યારે અરોપીઓએ ફરીયાદી તથા સાથીને જેમ ફાવે તેમ ગાળો આપી ઊગ્ર બોલાચાલી અને ઝગડો કરી, પ્રસંગ કરવા બાબતે નો બન્નેએ ખાર રાખી ફરીયાદીની આઇ ટ્વેન્ટી કાર જેની કિ.રૂ.3.50 લાખ થાય છે તેમાં આગ લગાવી નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે આ ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.




