મોરબી – કચ્છ નેશનલ હાઇવે પર માળીયા મિયાણા નજીક હરિપર ગામની ગોળાઈમાં એસટી બસના પાછળના ભાગે સુપર કેરી મીની ટેમ્પો વાહન અથડાતા મીની ટેમ્પો ચાલક અને અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી.
આ બનાવ બાદ અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક વિરુદ્ધ એસટી બસના ચાલક ગમાભાઈ ભલાભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી.