HomeMorbiMaliya Miyanaરાજકોટની સગીરાએ માળિયાના ભાવપર ગામે નાનીના ઘરે જઈ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું 

રાજકોટની સગીરાએ માળિયાના ભાવપર ગામે નાનીના ઘરે જઈ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું 

માળીયા મિયાણા તાલુકાના ભાવપર ગામે અરેરાટી ભર્યા એક બનાવમાં મૂળ રાજકોટ રહેતી સગીરાએ નાનીમાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃત્યુનું કારણ જાણવા તપાસ આદરી છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, મૂળ રાજકોટના બેડીપરા ફાયર બ્રિગેડ પાસે મનહરપરા વિસ્તારમાં રહેતી અને હાલ નાનીમાંના ઘેર રહેતી નિકિતાબેન કનુભાઈ સાથલપરા (ઉ.વ.17) નામની સગીરાએ માળીયા મિયાણા તાલુકાના ભાવપર ગામે છગનભાઈ મમુભાઈ રિણીયાના રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular