Sunday, April 19, 2026
HomeMorbiMaliya Miyanaમાળિયાના રેલવે સ્ટેશન રોડ પર રહેણાંક મકાનમાં ચાલતી જુગાર ક્લબમાંથી 16 જુગારી...

માળિયાના રેલવે સ્ટેશન રોડ પર રહેણાંક મકાનમાં ચાલતી જુગાર ક્લબમાંથી 16 જુગારી ઝડપાયા 

Advertisement
Advertisement

માળીયા મિયાણાના રેલવે સ્ટેશન રોડ પર રહેણાંક મકાનમાં જુગાર ક્લબ શરૂ થઈ હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી જુગાર કલબમાં જુગાર રમી રહેલા 16 જુગારીઓને 1.09 લાખ રોકડા સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, માળીયા મિયાણાના રેલવે સ્ટેશન રોડ પર રહેણાંક મકાનમાં આરોપી સુલેમાન દાઉદભાઈ માલણીએ પોતાના ઘેર બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા મોરબી એલસીબી ટીમે ગતરાત્રીના દરોડો પાડતા જુગારની મજા માણી રહેલ આરોપી સુલેમાનભાઇ દાઉદભાઈ માલાણી, હાજીઆમીન જાનમામદ જેડા, હકીમ રસુલભાઇ ભટ્ટી, કાસમભાઈ જુમાભાઇ મોવર, ઇમ્તીયાઝ સુલેમાનભાઈ માલાણી, હસનભાઈ કરીમભાઈ મુસાણી, ફારૂક અલીમામદ જેડા, આરીફભાઇ શેરઅલીભાઇ લધાણી, અલાઉદીન મુસાભાઈ જામ, મહેબુબભાઇ હરધોરભાઈ, આદમભાઇ વલીમામદભાઈ જેડા, સીકંદર જાનમામદભાઈ જેડા, ઇકબાલભાઈ રાણાભાઈ મોવર, ઇલીયાસ જાનમામદભાઇ ભટ્ટી, સલીમ ગુલામહુશેનભાઈ ભટ્ટી અને કાદરભાઇ હાસમભાઈ સખાયા નામના આરોપીઓ તીનપતિ રમતા ઝડપાઈ ગયા હતા.

પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ. 1,09,430 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular