Monday, April 20, 2026
HomeMorbiTankaraટંકારા નજીકથી સગીરાને ભગાડી જનાર શખ્સ રાજસ્થાનથી ઝડપાયો

ટંકારા નજીકથી સગીરાને ભગાડી જનાર શખ્સ રાજસ્થાનથી ઝડપાયો

Advertisement
Advertisement

ટંકારા નજીક કારખાનામાંથી સગીરાને ભગાડી જનાર શખ્સને પોલીસે રાજસ્થાનથી પકડી લઈ તેને મદદગારી કરનાર શખ્સને જામનગરથી પકડીને બન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારા તાલુકાના લજાઇ ગામે ભીમનાથ રોડ પર આવેલા પવનસુત કારખાનામાંથી સગીર વયની બાળાને આરોપી ભાવેશભાઈ વરશીભાઈ ચાવડા રહે.કોટડીયા તા.જામ ખંભાળીયા વાળો ભગાડી ગયો હોય, જે રાજસ્થાન રાજયના પાલી જિલ્લાના ખીવાડા (પાચોટીયા) ગામે લઈ ગયેલ હોય અને ત્યા મજુરી કામ કરતો હોવાની હકિકત આધારે આરોપી તથા ભોગ બનનાર બન્નેને હસ્તગત કરી ટંકારા પો.સ્ટે. ખાતે લાવી આરોપી ભાવેશ વરશીભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવેલ છે. ગુનામાં આરોપીની મદદગારી કરનાર તરીકે ગોરધનભાઇ ઉર્ફે રાહુલ પ્રવિણભાઈ ચાવડા રહે.કોટડીયા તા.જામ ખંભાડીયા વાળાનું નામ ખુલતા તેને જામનગર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારા તાલુકાના લજાઇ ગામે ભીમનાથ રોડ ઉપર આવેલ પવનસુત કારખાનામાંથી સગીરવયની બાળાને આરોપી ભાવેશભાઈ વરશીભાઈ ચાવડા રહે.કોટડીયા તા.જામ ખંભાળીયા વાળો ભગાડી ગયો હોય, જે રાજસ્થાન રાજયના પાલી જિલ્લાના ખીવાડા (પાચોટીયા) ગામે લઈ ગયેલ હોય અને ત્યા મજુરી કામ કરતો હોવાની હકિકત આધારે આરોપી તથા ભોગ બનનાર બન્નેને હસ્તગત કરી ટંકારા પો.સ્ટે. ખાતે લાવી આરોપી ભાવેશ વરશીભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે. ગુનામાં આરોપીની મદદગારી કરનાર તરીકે ગોરધનભાઇ ઉર્ફે રાહુલ પ્રવિણભાઈ ચાવડા રહે.કોટડીયા તા.જામ ખંભાડીયા વાળાનું નામ ખુલતા તેને જામનગર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular