ટંકારા તાલુકાના સાવડી ગામે વલોણા વડે છાસ બનાવતી વખતે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા વૃદ્ધ મહિલાનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા જવીબેન માવજીભાઇ દુબરીયા જાતે પટેલ (ઉ.વ.62) વાળાને પોતાના ઘરે ઇલેક્ટ્રીક વલોણા વડે છાશ બનાવતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગતા વૃદ્ધ મહિલાનુ મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.




