હળવદ તાલુકાના ઢવાણા ગામની સીમમાં જુગાર રમતા કુલ આરોપી ચાર શખ્સોને રૂ.12,400 ની રોકડ તથા મુદામાલ 5 મોટર સાયકલ સાથે કુલ રૂ.1,12,400 ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે ઢવાણા ગામની સીમમાં જુગાર અંગે રેઇડ કરી કુલ ચાર શખ્સો રસીકભાઈ ઉર્ફે ભેણીયો મોહનભાઇ તલસાણીયા રહે ગામ ઢવાણા તા.હળવદ, અશોકભાઇ ઉર્ફે વીજળી ઓઘડભા સારદીયા રહે ગામ ઢવાણા તા.હળવદ, રસીકભાઇ ઉર્ફે ગીધો વેલાભાઇ દુધરેજીયા રહે ગામ હવાણા તા.હળવદ, ધીરૂભાઇ બચુભાઇ સોરઠીયા રહે ગામ ઢવાણા તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.12,400 તથા 5 મોટર સાયકલ જેની કિ.રૂ.1 લાખ મળી કુલ કિ.રૂ.1,12,400 ના મુદામાલ સાથે ચાર શખ્સોને પકડી પાડયા છે, જ્યારે અન્ય 5 શખ્સો સ્થળ પરથી નાસી છુટતા કુલ 9 શખ્સો વિરુદ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.




