HomeMorbiMaliya Miyanaમાળીયા કંડલા હાઈવે રોડ પર આઇસર ગાડીમાં ક્રૂરતા પૂર્વક 15 ઢોર ભરીને...

માળીયા કંડલા હાઈવે રોડ પર આઇસર ગાડીમાં ક્રૂરતા પૂર્વક 15 ઢોર ભરીને લઈ જવાતા એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ 

માળીયા કંડલા હાઈવે રોડ પર ઓનેસ્ટ હોટલ નજીક આઇસર ગાડીમા ભરી લઈ જતા પશુ સાથે એક વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે ક્રાંતિ જ્યોત એપાર્ટમેન્ટ બ્લોક નં.204 માં રહેતા નિકુંજભાઈ લલીતભાઈ ભુત (ઉ.વ‌.31) એ આરોપી ઉમરભાઈ સાલમભાઈ મકવા (ઉ.વ.45) ભવન નં.45 વોર્ડ નં.7 મેમણ બાર્લી મસ્જીદ પાછળ સવાસર નાકા બહાર અંજાર કચ્છવાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ પોતાની આઇસર ગાડીના ઠાઠામાંથી 9 ભેંસ અને 6 પાડરડા એમ કુલ ૧૫ જાનવરોને આઇસરમા ક્રુરતા પુર્વક ભરી ટુકા દોરડાથી ખીચો ખીચ રીતે બાંધી બોલેરોમા ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા ન રાખી સક્ષમ અધિકારીનુ પાસ પરમીટ નહી રાખી 15 જીવતા પશુ કિ.રૂ.96 હજાર તથા આઇસર ગાડી કી.રૂ.6 લાખ મળી એમ કુલ કિ.રૂ.6.96 લાખના મુદ્દામાલ સાથે પશુઓની હેરાફેરી કરી મળી આવતા આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular