HomeMorbiMaliya Miyanaમાળિયાના નાની બરાર ગામે રહેણાંક મકાનમાંથી દારૂની 72 બોટલ સાથે એક શખ્સ...

માળિયાના નાની બરાર ગામે રહેણાંક મકાનમાંથી દારૂની 72 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, એક ફરાર

માળિયા મીયાણા તાલુકાના નાની બરાર ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 72 બોટલો સાથે એક શખ્સને માળીયા પોલીસે ઝડપી પાડયો છે, જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન માળિયા મીયાણા તાલુકાના નાની બરાર ગામે આરોપીએ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી વિદેશી દારૂની 72 બોટલ કિં.રૂ.60 હજારના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન આરોપી સુરેશભાઈ ઉર્ફે વિજયભાઈ ધરમશીભાઈ ધોળકીયા રહે. નાની બરાર માળીયા મીવાળાને પોલીસે ઝડપી પાડયો છે, જ્યારે અન્ય એક શખ્સ ધવલભાઈ રાયધનભાઈ કોઠીવાલા રહે. નાની બરાર ગામવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે બંને શખ્સ વિરૂદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular