Monday, April 20, 2026
HomeMorbiટંકારાના લજાઈ ગામે મકાન બાંધકામનો સામાન માંગતા આધેડને ધોકાવી નાખ્યા

ટંકારાના લજાઈ ગામે મકાન બાંધકામનો સામાન માંગતા આધેડને ધોકાવી નાખ્યા

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા આધેડ તથા એક શખ્સે મકાન બાંધકામનો સરસામાન સંયુક્તમા લીધો હતો જેમાના બે લાકડાના પાટીયા આધેડે પરત માગતા આરોપીએ આધેડને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા કિશોરભાઈ જીવાભાઈ ચાવડા (ઉ.વ.45) એ તેમના જ ગામના આરોપી બાબુભાઈ મોહનભાઈ સારેસા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી તથા આરોપીએ મકાન બાંધકામનો સરસામાન સંયુક્તમા લીધો હતો જેમાના બે લાકડાના પાટીયા ફરીયાદીએ પાછા માંગતા આરોપીએ ફરીયાદીને ગાળો આપી ઢીકા પાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular