HomeGujaratમોરબીના યુવકને ઓનલાઈન ખરીદી કરવી ભારે પડી; AN TEXTILE માંથી 100 કીર્તિના...

મોરબીના યુવકને ઓનલાઈન ખરીદી કરવી ભારે પડી; AN TEXTILE માંથી 100 કીર્તિના ઓર્ડર સામે જુનું પેન્ટ મોકલી 15 હજારની ઠગાઈ કરી

મોરબીના સામાકાંઠે રહેતા યુવકે ઓનલાઇન પ્લેટફોર્મમાંથી કુર્તી ઓનલાઇન ખરીદવા સર્ચ કરતા આરોપીએ યુવકને વોટ્સએપ મેસેજ કરી AN TEXTILE કંપનીના નામે યુવક સાથે કુર્તી ખરીદી બાબતે વાત કરી કુર્તીના ભાવ નક્કી કરીને યુવકે 100 કુર્તીનો ઓડર આપી આરોપીના સ્કેનરમા ઓનલાઇન પેમેન્ટ કરી આરોપીઓએ યુવકને ઓર્ડર મુજબ કુર્તી ન મોકલી રૂ. 15 હજારની છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના મહેન્દ્રનગર ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા રવિભાઈ રમેશભાઈ ભાડલા (ઉ.વ.31) એ આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી TREAD INDIA.COM ઓનલાઇન પ્લેટફોર્મમાંથી કુર્તિની ઓનલાઇન ખરીદી કરવા માટે સર્ચ કરતા આરોપીએ વ્હોટસએપ મેસેજ કરી AN TEXTILE કંપનીના નામે ફરીયાદી સાથે કુર્તિ ખરીદી બાબતે વાતચીત કરી એક કુર્તીના રૂ. 150 ભાવ નક્કી કરી ફરીયાદીએ કુલ 100 કુર્તીનો ઓડર લખાવતા આરોપીએ સ્કેનર મોકલી 15 હજારનું ઓનલાઇન એડવાન્સ પેમેન્ટ ફરીયાદી પાસેથી નખાવી લઇ ફરીયાદીએ આપેલ ઓડર મુજબની કુર્તિઓ નહી મોકલી પાર્સલમા એક જુનુ ફોર્મલ પેન્ટ મોકલી ફરીયાદી સાથે છેતરપીંડી કરી 15 હજાર રૂપીયા પડાવી લીધા હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular