Monday, May 4, 2026
HomeGujaratવઘાસિયા ટોલનાકા નજીક અજાણ્યા વાહને બાઇક ચાલકને હડફેટે લેતા યુવાનનું મોત

વઘાસિયા ટોલનાકા નજીક અજાણ્યા વાહને બાઇક ચાલકને હડફેટે લેતા યુવાનનું મોત

Advertisement
Advertisement

વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે પર વઘાસિયા ટોલનાકા નજીક ગઈકાલે રાત્રે અજાણ્યા વાહને બાઈક ચાલક યુવાનને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા બાઈક સવાર યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના ગાંગિયાવદર ગામે રહેતા દીપકભાઈ ખીમાભાઈ ખીમાણી (ઉ.વ.37) નામના યુવાને વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમનો પુત્ર જયદીપ ખીમાણી ગતરાત્રીના પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે જયદીપને બાઈક સહિત હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માત સર્જાયા બાદ અજાણ્યો વાહન ચાલક નાસી ગયો હોય મૃતકના પિતા દીપકભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular