HomeGujaratમોરબીમાં અલગ અલગ ત્રણ દરોડામાં વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સ ઝડપાયા

મોરબીમાં અલગ અલગ ત્રણ દરોડામાં વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સ ઝડપાયા

મોરબી અને તાલુકા વિસ્તારમાં પોલીસે અલગ અલગ ત્રણ દરોડા પાડી વિદેશી દારૂના પાઉચ અને બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જેમા મોરબીમાં બે અને પીપળી ગામે એક શખ્સને વિદેશી શરાબ સાથે પોલીસે ઝડપી લીધો હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવલખી રોડ પર રેલવે કોલોનીની બાજુમાંથી આરોપી રિયાઝ ઉર્ફે રાજીયો રફીકભાઈ પઢાણ રહે.નવલખી રોડ વાળાને વિદેશી દારૂના 180 મીલી માપના ચાર પાઉંચ કિંમત રૂ. 400 સાથે ઝડપી લીધો હતો.

જ્યારે સીટી બી ડિવિઝન પોલીસે શિવમ હોસ્પિટલ પાછળ ઈન્દીરાનગર ખાતેથી આરોપી મનોજ ધનજીભાઈ સોલંકી નામના શખ્સને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 5600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

ઉપરાંત, મોરબી તાલુકા પોલીસે પીપળી ગામના બસસ્ટેન્ડ પાસેથી આરોપી સિદ્ધરાજસિંહ સુરપાલસિંહ ચુડાસમા રહે.શિવપાર્ક, ધરમપુર રોડ, મોરબી વાળાને ઓલ સિઝન બ્રાન્ડ વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂ. 5600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular