HomeGujaratમોરબીમાં પોલીસના એક્શનથી ચાર જુગારીઓમાં નાસભાગ, 2 ઝડપાયા

મોરબીમાં પોલીસના એક્શનથી ચાર જુગારીઓમાં નાસભાગ, 2 ઝડપાયા

મોરબી તાલુકાના નારણકા ગામની સીમમાં વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. દરોડા દરમિયાન બે આરોપી ઝડપાઈ ગયા હતા જ્યારે ચાર આરોપીઓ નાસી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે, નારણકા ગામની સીમમાં ખેવારિયા ગામ તરફ જવાના રસ્તે આરોપી મહેશગર રેવાગર ગોસાઈ બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી માલ ઉઘરાવી જુગાર રમાડે છે. આ બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી મહેશગર રેવાગર ગોસાઈ અને આરોપી દિનેશ શાંતિલાલ વિલપરા નામના બે આરોપીઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

જો કે, દરોડા દરમિયાન પોલીસને જોઈ જતા આરોપી દેવાયત આહીર, કરમશી ઉર્ફે કાળુભાઇ ઓડિયા, અરવિંદભાઈ ગઢિયા અને આરોપી મુકેશ પટેલ ઉભા ખેતરે મુઠી વાળી નાસી ગયા હોય પોલીસે ચારેય આરોપીઓને ફરાર દર્શાવી જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 30,400 કબ્જે કરી મો૨બી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular