મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર જાંબુડિયા આરટીઓ કચેરી સામે ડમ્પર ટ્રક ચાલકે બેદરકારીથી પોતાનું વાહન ચલાવી રીક્ષાને હડફેટે લઈ દૂર સુધી ઢસડી જતા રીક્ષા ચાલક કિશનભાઈ દિલીપભાઈ ઠાકોર રહે.કુબેર સિનેમા પાસે, મોરબી વાળાને માથાના ભાગે તેમજ શરીરે મૂંઢ ઇજાઓ પહોંચતા ડમ્પર ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.




