HomeGujaratમોરબીના બેલા ગામે વિદેશી દારૂની 2 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના બેલા ગામે વિદેશી દારૂની 2 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકાના બેલા (રંગ) ગામની સીમમાં વેન્ટો સિરામિક સામેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક શખ્સને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબી તાલુકાના બેલા (રંગ) ગામની સીમમાં વેન્ટો સિરામિક સામેથી રૂ.2300 ની કિંમતની વિદેશી દારૂની 2 બોટલ સાથે આરોપી રાહુલભાઈ રમેશભાઈ મહાલીયા (ઉ.વ.24) રહે. હેમતપુરા તા. પાટડી જી. સુરેન્દ્રનગરવાળાને પકડી પાડી આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular