HomeGujaratમોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં GEB ના TC માં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવકનું...

મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં GEB ના TC માં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવકનું મોત

મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં આવેલા જી.ઈ.બી.ના ટીસીમા શોક લાગતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં જગદીશભાઈ બેચરભાઈ કાવરની વાડીની સામે આવેલા જી.ઈ.બી.ના ટીસીમાં કોઈ કારણોસર ઈલેકટ્રીક શોક લાગતા 30 વર્ષીય અજાણ્યા યુવકનુ મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular