હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં તીનપત્તી રમતા ચાર જુગારી ભરતભાઇ માવજીભાઇ મજેઠીયા (ઉ.વ.42) રહે, નવી જોગડ તા. હળવદ, મહિપતભાઇ પુંજાભાઇ ઝીંઝવાડીયા (ઉ.વ.50) રહે, જુની જોગડ તા.હળવદ, રમેશભાઇ બચુભાઇ મહાલીયા (ઉ.વ.50) રહે, ખોડ તા.હળવદ, કિશોરભાઇ સોંડાભાઇ શંખેરીયા (ઉ.વ.50) રહે, કીડી તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.10,320 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

