HomeMorbiટંકારાના ગજડી ગામના આધેડને ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની શખ્સની ધમકી

ટંકારાના ગજડી ગામના આધેડને ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની શખ્સની ધમકી

ટંકારાના ગજડી ગામના આધેડે મહિલા સાથે લીવ ઇન રીલેશનશીપનો કરાર કરેલ હોય જેથી જુદી જુદી કોર્ટ મેટર ચાલતી હોય જેમાં આધેડના ફોન પર એક શખ્સે મેસેજ કરી આધેડને ખોટા કેસ કરી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા અને ખેતી કરતા પ્રકાશભાઈ કાળુભાઈ ડાંગર (ઉ.વ.44) એ આરોપી અશોક જયંતીલાલ ભારતીય રહે. વાસણા-8 ઇશાન એવન્યુ સુંદરવન સોસાયટી અમદાવાદ વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી અશોકએ ફોન કરી જણાવ્યું હતું કે, ફરીયાદીએ લીવ ઇન રીલેશનશીપનો કરાર મહિલા સાથે કરેલો હતો જેથી જુદી જુદી કોર્ટ મેટર ચાલતી હોય જેથી ફરીયાદીના મોબાઈલ નંબર પર મિસ્ડ ફોન તથા વ્હોટસએપ કોલ તથા મેસેજ કરી ફરીયાદીને ખોટા કેશ કરી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની સતત ધમકીઓ આપતો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular