હળવદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થતાં જ ચૂંટણીના ડખ્ખા શરૂ થયા છે.
હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે આવા જ એક બનાવમાં સરપંચ અને સભ્ય પદે ચૂંટણી લડનાર વૃદ્ધ સહિતના લોકો પર 19 શખ્સોએ હુમલો થતા ચકચાર મચી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે રહેતા સનાભાઈ કાનાભાઈ મકવાણા (ઉ.વ.61) નામના વૃદ્ધે પરેશ મણીભાઈ સારોલા સહિત 19 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવતા કહ્યું હતું કે, ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ફરિયાદી અને સાહેદ સરપંચ તેમજ સભ્યપદે ચૂંટણી લડ્યા હોય જે આરોપીઓને ગમ્યું ન હોવાથી ગરકાયદે મંડળી રચી ફરિયાદી તેમજ સાહેદ ભદ્રેશ ગોરાભાઈ મકવાણા, ફરિયાદીના દીકરા બીપીનભાઈ તેમજ ગણેશભાઈને પાઈપ અને ધોકાથી માર મારી મોબાઈલ તોડી નાખ્યો હતો.
ચૂંટણીના વેરઝે૨માં થયેલા હુમલા અંગે હળવદ પોલીસે સનાભાઈ મકવાણાની ફરિયાદને આધારે આરોપી પરેશભાઈ મણીભાઈ સારોલા, નવઘણભાઈ મણીભાઈ સારોલાના બે દિકરાઓ જેના નામ આવડતા નથી તે ઝીણાભાઈ વરસીંગભાઈ સારોલા, સંજયભાઈ ઝીણાભાઈ સારોલા, પ્રકાશભાઈ ઝીણાભાઈ સારોલા, રમેશભાઈ વરસીંગભાઈ સારોલા, દેવાભાઈ રમેશભાઈ સારોલા, ગગજીભાઈ રમેશભાઈ સારોલા, કિશોરભાઈ ગેલાભાઈ સારોલા, દિનેશભાઈ ગેલાભાઈ સારોલા, મગનભાઈ દિનેશભાઈ સારોલા, આશીષભાઈ દિનેશભાઈ સારોલા, જયંતીભાઈ જગાભાઈ ઉઘરેજા/કોળી, ગોવિંદભાઈ જગાભાઈ ઉઘરેજા, કરણભાઈ ગોવિંદભાઈ ઉઘરેજા, કાન્તીબેન જગાભાઈ ઉઘરેજા, લીલાબેન મણીલાલ સારોલા, લાભુભાઈ વરસીંગભાઈ સારોલા, અશોકભાઇ લાભુભાઇ સારોલા રહે, બધા જુના ઇશનપુર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.




