મોરબીના બોરીચા વાસમાં વૃદ્ધના બૈરાઓ પસાર થતા આરોપીઓ હોર્ન વગાડી હેરાન કરતો હોવાથી વૃદ્ધનો દિકરો આરોપીઓને સમાજાવવા જતા આરોપીઓએ વૃદ્ધને છરી વડે ઇજા પહોંચાડી તથા તેના દિકરાને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબીના જેલ રોડ પર બોરીચા વાસમાં રહેતા મોહનભાઈ ટપુભાઈ જારીયા (ઉ.વ.64) એ આરોપી અરમાન જેરુભાઇ, શાહરૂખ હુશેનભાઇ, મહેફીઝ રહે-ગોડલ, ભભુડો મમદભાઇ, રફીક હુશેન, અફજલ સબીર. રહે બધા હાલ બોરીચા વાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, બોરીચા વાસના નાકાની બાજુમાં સમસુદીનના બંગલા પાસે બેઠો હતો ત્યારે ત્યા બેઠેલો અરમાન જેરુભાઇ તથા શાહરૂખ હુશેનભાઇ બન્ને જણા ત્યાંથી ફરીયાદીની વહુઓ પસાર થાય ત્યારે હોર્ન વગાડી હેરાન કરતો હોવાથી ફરિયાદોનો દીકરો જીવણ સમજાવવા જતા તે સારૂ નહીં લાગતા ફરીયાદીને છરી વડે ઇજા પહોંચાડી હતી તથા ફરીયાદીના દિકરા જીવણને મુંઢમાર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




