મોરબીના વીસીપરા વીસીનગર વિજયનગર રોડ શેરી નં.2 માં આવેલા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 60 બોટલ કિં.રૂ.84 હજારનો મુદામાલ મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી એલસીબી પોલીસ સ્ટાફને સંયુકતમા ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂ છુપાવી વેચાણ થઈ રહ્યું છે, આ બાતમીના આધારે રેઇડ કરતા મોરબીના વીસીપરા વીસીનગર વિજયનગર રોડ શેરી નં.2 માં આરોપી અસ્પાક ઉર્ફે ફતો ઇસ્માઇલભાઇ માણેકના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 60 બોટલ કિં.રૂ.84 હજારનો મુદામાલ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. જો કે, આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.




