મોરબી તાલુકાના નવા મકનસર ગામે મેઇન શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે રેઇડ પાડતા મોરબી તાલુકાના નવા મકનસર ગામે મેઇન શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તી રમતા પાંચ જુગારીઓ શનિભાઇ લાભુભાઇ સુરેલા (ઉ.વ.25), રાયસીંગભાઇ નટુભાઇ દેગામા (ઉ.વ.32), ગણેશભાઇ રધુભાઇ ખોડીયા (ઉ.વ.20), રોહિતભાઇ અશોકભાઇ ઝઝવાડીયા (ઉ.વ.20), જગદીશભાઇ વારસીંગભાઇ સુરેલા (ઉ.વ.32) રહે. નવા મકનસર તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ.15 હજારના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




