Monday, May 4, 2026
HomeGujaratમોરબી હળવદ હાઈવે પર થારે પાંચ ભેંસોને હડફેટે લીધી, 3 ના મોત

મોરબી હળવદ હાઈવે પર થારે પાંચ ભેંસોને હડફેટે લીધી, 3 ના મોત

Advertisement
Advertisement

મોરબી હળવદ હાઈવે રોડ પર ઉંચી માંડલ ગામની સીમમાં નેકસોન સીરામીક કારખાના સામે રોડ પર પ્રૌઢની પાંચ ભેંસને થાર કારના ચાલકે હડફેટે લેતા ત્રણ ભેંસના મોત નિપજ્યા હતા અને બે ભેંસને ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની આરોપી થારના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા લખમણભાઇ બુટાભાઈ કાટોડીયા (ઉ.વ.55) એ આરોપી થાર કારચાલક દાનાભાઇ રાતડીયા રહે. વાંકળા તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપએ પોતાની કાર વધુ સ્પીડમાં ચલાવી રોડ પર જતી પાંચ ભેંસોને હડફેટે લીધી હતી જેમાં ત્રણ ભેંસો જેની કી.રૂ.1.50 લાખ છે તેનું મોત થયું છે અને બે ભેંસો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જેથી આ બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular