HomeGujarat'આયા મોસમ જુગાર કા', મોરબીની ઉમીયા પાર્ક સોસાયટીમાં તીનપત્તી રમતી 8 મહિલા...

‘આયા મોસમ જુગાર કા’, મોરબીની ઉમીયા પાર્ક સોસાયટીમાં તીનપત્તી રમતી 8 મહિલા જુગારી ઝડપાઈ

શ્રાવણ માસ નજીક આવતાની સાથે જ મોરબીમાં જુગારની મોસમ શરૂ થઈ ચૂકી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર આવેલા ઉમીયા પાર્ક સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ મહિલાને એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના વાવડી રોડ પર આવેલ ઉમીયા પાર્ક સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ મહિલા પુજાબેન અલ્પેશભાઇ અંબારામભાઇ શેરસીયા (ઉ.વ.29), મેઘનાબેન લલીતભાઇ કાંતીભાઇ વડાળીયા (ઉ.વ.35), ચેતનાબેન દિપકભાઇ તુલશીભાઇ વેગડ્ (ઉ.વ.30), બીનલબેન દિપકભાઇ હેમરાજભાઇ મીયાત્રા (ઉ.વ.24), બંસીબેન ચેતનભાઇ કાળુભાઇ ડોડીયા (ઉ.વ.24), ભીખુબેન કિશોરભાઇ મોહનભાઇ પાટડીયા (ઉ.વ.41), હેતલબેન કિશોરભાઇ પાટડીયા (ઉ.વ.27), કાજલબેન હિતેશભાઇ વિનુભાઇ પોપટ (ઉ.વ.26) રહે. બધા ઉમીયાપાર્ક સોસાયટી મોરબીવાળાને રોકડ રકમ રૂ.1980 ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular