HomeGujaratમોરબીના ફડસર ગામે કાળ ભૈરવના મંદીરની પાછળથી દારૂની અધધધ 291 બોટલ ઝડપાઈ

મોરબીના ફડસર ગામે કાળ ભૈરવના મંદીરની પાછળથી દારૂની અધધધ 291 બોટલ ઝડપાઈ

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, જયેશભાઇ વજાભાઈ બાળા રહે. ફડસર ગામ તા.જી.મોરબી વાળાએ બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવ્યો છે અને તેને આ ઇંગ્લીશ દારૂનો જથ્થો પોતાના જુના ગામ ફડસર ગામમાં આવેલા કાળ ભૈરવના મંદીરની પાછળ ખંઢેર ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યો છે.

આ ચોકકસ બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ જઇ ચેક કરતા ત્યાંથી ઇંગ્લીશ દારૂની 291 બોટલ જેની કિં. રૂ.3,97,900 થાય છે તે મળી આવી હતી. પોલીસે આ સમગ્ર મુદામાલ જપ્ત કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular