HomeGujaratમોરબીમાં અલગ અલગ બે દરોડામાં ચાર મહિલા સહિત નવ જુગારીઓ ઝડપાયા

મોરબીમાં અલગ અલગ બે દરોડામાં ચાર મહિલા સહિત નવ જુગારીઓ ઝડપાયા

મોરબીના નાની વાવડી ગામે તીનપતિનો જુગાર રમતી ચાર મહિલા સહિત છ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે વાંકાનેર દરવાજે નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ શખ્સોને એ ડિવિઝન પોલીસે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે નાની વાવડી ગામે બાલા હનુમાન સોસાયટીમાં દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તી રમી રહેલા જુગારી પ્રવીણભાઈ પ્રેમજીભાઈ વસીયાણી, કાનજીભાઈ રુગનાથભાઈ મોરડીયા, મીનાબેન કાનજીભાઈ ખટાણા,સમાબેન સફીભાઈ મોટલાણી, પૂજાબેન લાભુભાઈ ઠાકોર અને કલ્પનાબેન અંબારામભાઈ ગોપાણીને રોકડા રૂ. 27,500 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર દરવાજા પાસે જાહેરમાં ચલણી નોટ પર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી દલસુખભાઈ ગોવિંદભાઈ અબાસણીયા, ઈંદ્રિશ અબ્દુલભાઇ અજમેરી અને વલીમામદ આદમભાઈ ચાનિયાને રોકડા રૂપિયા 2700 સાથે જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular