Monday, May 4, 2026
HomeGujaratબાઇક ચોરો બેફામ, હવે મોરબીના ભરતનગર ગામે યુવકનું બાઇક ચોરી થયું 

બાઇક ચોરો બેફામ, હવે મોરબીના ભરતનગર ગામે યુવકનું બાઇક ચોરી થયું 

Advertisement
Advertisement

મોરબી શહેર તેમજ જીલ્લામાં બાઈક ચોરીના કિસ્સા રોજબરોજ વધી રહ્યા છે ત્યારે મોરબીના ભરતનગર ગામે બહાર શેરીમાંથી યુવકનું બાઇક કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

બાઇક ચોરી અંગે મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના ભરતનગર ગામે રહેતા ચતુરભાઈ વસંતભાઈ કલોલા (ઉ.વ.44) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના ઘર બહાર શેરીમાંથી ફરીયાદીનુ હીરો સ્પેલેન્ડર પ્લસ બાઇક જેની કિંમત રૂ.25 હજાર થાય છે તે અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular