Monday, May 4, 2026
HomeGujaratબેલા ગામની સીમમાંથી ચોરીના બાઇક સાથે બે શખ્સો ઝડપાયા 

બેલા ગામની સીમમાંથી ચોરીના બાઇક સાથે બે શખ્સો ઝડપાયા 

Advertisement
Advertisement

બેલા ગામ નજીક આવેલા કારખાનાના ગેટ પાસેથી બાઈક ચોરી કરનાર બે શખ્સોને ઝડપી લઈ પોલીસે ચોરીની બાઈક રીકવર કરી છે.

આલાપ રોડ શિવ એપાર્ટમેન્ટના રહેવાસી પ્રતિક મનહરભાઈ ફેફરે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, બેલા ગામ નજીક શ્રી રામ પેકેજીંગ કારખાનાના ગેટ બહાર રાખેલ બાઈક ચોરી થયું હતું જે અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને જુના ઘૂટું રોડ સીમ્પોલો સિરામિક પાસેથી બે શખ્સો બાઈક સાથે પસાર થતા તેને રોકીને બાઈકના કાગળો માંગતા તેની પાસે મળ્યા ન હતા. જેથી બાઇક નંબરની ખરાઈ કરતા બાઈક ચોરી થયાનું ખુલ્યું હતું, જેથી તાલુકા પોલીસ આરોપી વિક્રમ ઉર્ફે ડો મસાભાઈ વાજેલીયા અને કાન્તીભાઈ કરશનભાઈ ચારોલીયા રહે બંને સામખીયારી કચ્છ વાળાને ઝડપી લઈ બાઈક રીકવર કર્યું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular