HomeGujaratમોરબીના ઉમિયાનગરમાં જાહેરમાં તીનપત્તી રમતા છ જુગારી ઝડપાયા 

મોરબીના ઉમિયાનગરમાં જાહેરમાં તીનપત્તી રમતા છ જુગારી ઝડપાયા 

મોરબીના ઉમીયાનગરમાં હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં તીનપત્તી રમતા છ જુગારીઓને સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફને સંયુક્તમા ખાનગી રાહે બાતમી મળી હતી, જેના આધારે મોરબી-2 ઉમીયાનગર હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં રેઇડ કરી જુગાર રમતા 6 આરોપીઓ વિનોદભાઇ મોહનભાઇ જાદવ (ઉ.વ.40) રહે. ઉમીયાનગર શક્તિ ચેમ્બરની પાછળ મોરબી, જીવણભાઇ બાવજીભાઈ ચાવડા (ઉ.વ.42) રહે. માળીયા વનાળીયા રામાપીરના મંદીરની બાજુમાં મોરબી, અરૂણભાઇ છનાભાઇ પરમાર (ઉ.વ.39) રહે. ઉમીયાનગર શક્તિ ચેમ્બરની પાછળ મોરબી, ભરતભાઈ ડાયાભાઈ ચાવડા (ઉ.વ.40) રહે. માળીયા વનાળીયા રામાપીરના મંદીરની બાજુમાં મોરબી, ખેંગારભાઇ વશરામભાઇ પરમાર (ઉ.વ.30) રહે. ઉમીયાનગર શક્તિ ચેમ્બરની પાછળ મોરબી, પ્રવિણભાઇ નાનજીભાઇ ચાવડા (ઉ.વ.40) રહે. માળીયા વનાળીયા રામાપીરના મંદીરની બાજુમાં મોરબીવાળા રોકડા રૂ.15,050 ના મુદામાલ સાથે મળી આવતા જુગારધારા 12 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular