મોરબીમાં બાઈક ચોરીના કિસ્સા દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે ચોરોને હવે પોલીસનો ભય રહ્યો નથી ત્યારે ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં મોરબીના જુના મહાજન ચોક પાસે આવેલ નીલકંઠ પ્લાઝા પાસેથી યુવકનું કોઈ અજાણ્યો ચોર બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના ભવાની ચોકમાં આવેલા બક્ષી શેરીમાં રહેતા હાર્દીકભાઈ જનકરાય જાની (ઉ.વ.33) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મોરબીના જુના મહાજન ચોક પાસે આવેલ નીલકંઠ પ્લાઝા પાસેથી અજાણ્યો ચોર ફરીયાદીનુ બજાજ કંપનીનું પ્લેટીના મોટરસાયકલ કિ.રૂ.50 હજાર વાળુ કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

