Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના ચંદ્રેશનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂની 37 બોટલ ઝડપાઈ

મોરબીના ચંદ્રેશનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂની 37 બોટલ ઝડપાઈ

Advertisement
Advertisement

મોરબીમાં શેરીએ અને નાકે દેશી વિદેશી દારૂના ઠેકા ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોરબીના કન્યા છાત્રાલય રોડ પર ચંદ્રેશનગરમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 37 બોટલ કિં.રૂ.9080 ના મુદામાલ સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના વાવડી રોડ પર ગાયત્રી નગરમા રહેતા આરોપી કેતન ઉર્ફે કાનભા મહેન્દ્રદાન બારહટે મોરબીના કન્યા છાત્રાલય રોડ પર ચંદ્રેશનગરમા રાખેલા ભાડાના મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી વિદેશી દારૂની 37 બોટલ કિં.રૂ.9080 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular