Tuesday, May 5, 2026
HomeGujaratસરદાર પટેલ પર વિવાદિત નિવેદન આપવા બદલ રાજ ઠાકરે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ,...

સરદાર પટેલ પર વિવાદિત નિવેદન આપવા બદલ રાજ ઠાકરે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, જાહેરમાં માફી માંગવા માંગ

Advertisement
Advertisement

મુંબઇના એક જાહેર કાર્યક્રમમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજઠાકરે એ દેશના પનોતા પુત્ર તેમજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ પર અપમાનિત નિવેદન આપવાથી ગુજરાત તેમજ દેશના રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણી દુભાણી હોય તેમજ રાજઠાકરે જેવા બે કોડીના નેતા જેનુ મુંબઇમાં પણ કોઇ સ્થાન નથી તેવા લોકો સરદાર પટેલને શુ માને છે શુ નથી માનતા તેનાથી આ રાષ્ટ્રની સરદાર પ્રેમી જનતાને કોઇ ફેર પડતો નથી સરદાર લોહપુરુષ હતા છે અને રાષ્ટ્ર માટે રહેશે, ત્યારે રાજ ઠાકરેના વિવાદિત નિવેદનને દેશપ્રેમી જનતા વખડી રહી છે.

આ તકે, પાટીદાર યુવા સેવા સંઘ મોરબી દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI ને લેખિતમાં રજૂઆત કરી માંગણી કરવામાં આવી છે કે, ગુજરાતની કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજ ઠાકરે માટે ગુજરાતમાં કાયદાકીય રીતે પ્રવેશબંધી કરવામાં આવે.

આ સાથે રાજ ઠાકરે રાષ્ટ્રના પનોતા પુત્ર સરદાર પટેલ તેમજ મોરારજી દેસાઇની જાહેરમાં માફી માંગે તેવી પણ માંગ કરવામાં આવી છે તેમજ જો રાજ ઠાકરે માફી ન માંગે તો રાષ્ટ્રના નાયકના અપમાન બદલ રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવી ગંભીર કલમો લગાવી રાજ ઠાકરેને જેલના સળીયા પાછળ ધકેલવાની માંગણી કરવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular