Sunday, April 19, 2026
HomeMorbiટંકારાના લજાઈ ગામે બે પક્ષો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો, સામસામા પક્ષે...

ટંકારાના લજાઈ ગામે બે પક્ષો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો, સામસામા પક્ષે ફરિયાદ નોંધાઈ

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના લજાઈ ગામના સ્મશાન પાસે બે પક્ષો વચ્ચે નજીવી બાબતમાં મારામારી થતા બંને પક્ષો દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા હસમુખભાઇ જીવાભાઈ ચાવડા (ઉ.વ.52) એ તેમના જ ગામના આરોપી ગૌતમભાઈ ભલાભાઈ સારેસા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી તથા સાથી ગટરના કામ અંગે વાતચીત કરતા હતા તે દરમિયાન આરોપી ફરીયાદીને કહેવા લાગ્યો હતો કે, તારો સાહેબ કોણ છે ત્યારે ફરીયાદીએ ‘તુ ગ્રામ પંચાયત જઈને પુછ’ તેમ કહેતા આરોપીએ ફરીયાદીને ગાળો આપી તેના નેફામાંથી છરી કાઢી છરી મારી ફરીયાદીને ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

જ્યારે સામા પક્ષે ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા ગૌતમભાઈ ભલાભાઈ સારેસા (ઉ.વ.37) એ તેમના જ ગામના આરોપી અશોક જીવાભાઇ ચાવડા, પ્રિન્સ અશોકભાઇ ચાવડા, રૂત્વીક અશોકભાઇ ચાવડા, રોહિત પ્રેમજીભાઇ ચાવડા, હાદિક નરેશભાઇ ચાવડા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓએ ફરીયાદીને કહ્યું કે તારા ઘરની સામે મોબાઇલનો ટાવર ઉભો કરવો છે તારાથી થાઈ એ કરી લે જે તેમ કહી ફરીયાદીને ગાળો આપી આરોપીઓ ફોર વ્હીલ ગાડી લઈને વિરપર ગામના બસ સ્ટેન્ડ પાસે આવી જ્યાં ફરીયાદીને લાકડાના ધોકા, પાઈપ અને ધારીયાથી મારમારી ઈજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.

બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular