વાંકાનેર સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના પટ્ટમાંથી દેશી દારૂ ભરેલી સ્વિફટ ગાડી પકડી પાડી 550 લી. દેશી દારૂ કિં.રૂ.1.10 લાખ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.6.10 લાખનો મુદામાલ વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડયો છે.
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની સ્વિફટ ગાડી વાંકાનેર બાઉન્ટ્રી તરફથી મોરબી તરફ જવાની છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફ કેરાળા ગામના બોર્ડ પાસે વોચમાં હતા ત્યારે બાતમીવાળી ગાડી આવતા રોકવાનો પ્રયત્ન કરતા ગાડી ચાલકે ગાડી ભગાડી મૂકી હતી. જે ગાડીનો પીછો કરી આસીયાના સોસાયટી પાછળ સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના વોંકળામાંથી 550 લીટર દેશી દારૂ કિ.રૂ.1.10 લાખ સાથે કુલ મુદામાલ કી.રૂ.6.10 લાખનો મુદ્દામાલ પકડી પાડી આરોપી ગાડીના ચાલક વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહી.ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.




