HomeGujaratમોરબીના મહેન્દ્રનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા 

મોરબીના મહેન્દ્રનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા 

મોરબીના મહેન્દ્રનગરમાં શીતળા માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હતો તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી જેના આધારે મોરબી-2 મહેન્દ્રનગર શીતળા માં મંદિરની બાજુમાં જાહેરમાં રેઇડ કરી કુલ 5 આરોપી આકાશભાઇ ગોપાલભાઇ કુંડીય (ઉ.વ.23) રહે. મહેન્દ્રનગર શીતળામાંના મંદિરની પાસે મોરબી, અશ્વીનભાઇ ગોપાલભાઇ કુંડીય (ઉ.વ.19) રહે. મહેન્દ્રનગર શીતળામાંના મંદિરની પાસે મોરબી-2, ગણપતભાઇ માનસીંગભાઇ હળવદીયા (ઉ.વ.48) રહે. સ્મશાનની બાજુમાં મહેન્દ્રનગર મોરબી, નરેનભાઇ સંતોષભાઇ જાટવ (ઉ.વ.32) રહે. ભક્તિનગર-2, કબીર આશ્રમની બાજુમાં, વાવડી મોરબી, મહેશભાઇ દિનેશભાઇ પરસવાણી (ઉ.વ.35) રહે. નાની વાવડી સમજુબાઇ સ્કુલની બાજુમાં મોરબીવાળાને રોકડ રૂ. 13,250 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular