HomeGujaratમોરબી હળવદ હાઈવે રોડ પર કારે બે બાઇકને હડફેટે લીધી, ત્રણ ઇજાગ્રસ્ત

મોરબી હળવદ હાઈવે રોડ પર કારે બે બાઇકને હડફેટે લીધી, ત્રણ ઇજાગ્રસ્ત

મોરબી હળવદ હાઈવે રોડ પર આવેલ મોમાઈ કોમ્પલેક્ષ સામે રોડ પર કારે બે બાઈકને ઠોકર મારતા યુવક સહિત ત્રણ વ્યકિતને ઈજા પહોંચી હતી. બાદમાં અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પરથી નાસી ગયો હોવાથી આરોપી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મૂળ પાટણ જીલ્લાના વતની અને હાલ મોરબી હળવદ હાઈવે રોડ પર આવેલા આઇ.ટી.આઈની બાજુના શ્યામ પાર્ક સોસાયટી 1 માં રહેતા જીલભાઈ લક્ષમણભાઈ પટેલ (ઉ.વ.19) એ આરોપી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી પોતાનુ સ્પ્લેન્ડર મોટર સાઈકલ લઇ વાંકડા રોડ પરથી પોતાની હોટેલે જતા હતા ત્યારે મોરબી હળવદ હાઈવે રોડ પર નીચી માંડલ ગામની સીમમા આવેલ મોમાઇ કોમ્પલેક્ષની સામે એક કાળા કલરની અજાણ્યા કાર ચાલકે પોતાની કાર બેફામ અને પુરઝડપે ચલાવી ફરીયાદીની પાછળ આવી રહેલ સાથીના મોટરસાયકલ પાછળ ઠોકર મારી મો.સા ચાલકને સામાન્ય ઈજા તથા તેની પાછળ બેઠેલ સાથીને માઈનોર હેમરેજ જેવી ઈજા પહોચાડી ફરીયાદીના મોટરસાયકલ પાછળથી ઠોકર મારી ફરીયાદીને ઈજાઓ કરી નજીકના પોલીસ સ્ટેશન ખાતે જાણ કર્યા વગર પોતાની કર લઇ નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular