HomeGujaratમોરબીના પીપળી ગામે જાહેરમાં ખુલ્લી છરી રાખી ફરતા શખ્સ વિરુદ્ધ ફરિયાદ 

મોરબીના પીપળી ગામે જાહેરમાં ખુલ્લી છરી રાખી ફરતા શખ્સ વિરુદ્ધ ફરિયાદ 

મોરબી તાલુકાના પીપળી ગામ માનસધામ સોસાયટીમાં જાહેરમાં ખૂલ્લી છરી રાખી દેકારો કરતા શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના પીપળી ગામમાં આવેલી માનસધામ સોસાયટીમાં એક શખ્સ જાહેરમાં હાથમાં ખુલ્લી છરી હથીયાર રાખી દેકારો કરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી આરોપી મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ મોરબીના જુના પીપળી ગામ માનસધામ સોસાયટીમાં રહેતા અંશુલસિંહ રવિસિંહ સોલંકી (ઉ.વ.30) હોવાનું જણાતા પોલીસે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular