Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના શનાળા રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે 3.50 લાખની લૂંટ

મોરબીના શનાળા રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે 3.50 લાખની લૂંટ

Advertisement
Advertisement

મોરબીમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે જેમાં મોરબીના વેપારી પોતાના મિત્રને રૂપિયા આપવા શનાળા રોડ મેલડી માતાજીના મંદિર પાસે આવ્યો હતો ત્યારે રૂપીયા આપીને જતા હોય ત્યારે પાછળથી તેમના જ ગામનો એક શખ્સ આવી રૂપીયાનું બેગ ઝૂંટવી અને રૂ.3.50 લાખ લઇને નાસી ગયો હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી શક્ત શનાળા લીમડા વાળા મેલડી માતાજીના મંદિર પાછળ શીવમ હાઇટસની બાજુમાં રહેતા ઘનશ્યામભાઈ થોભાણભાઈ સુરાણી (ઉ.વ‌.47)એ આરોપી તેમના જ ગામના વિશાલ વેલજીભાઈ રબારી નામના શખ્સ વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી મોરબી નજરબાગ રેલ્વેસ્ટેશન પાસે દુકાને ગયો હોય અને રાત્રીના પોણા નવેક વાગ્યાના સમયે દુકાન બંધ કરીને પોતાનુ મોટર સાયકલ લઇને ઘરે આવવા નીકળ્યો ત્યારે ધંધા માટે રૂપિયાની જરૂરીયાત હોય જેથી ફરીયાદીએ મિત્ર હરીભાઈ કાવરને રૂપીયા માટે ફોન કર્યો હતો, જેથી ફરીયાદીને શનાળા રોડ જી.આઈ.ડી.સી ના નાકા પાસે હરીભાઈ કાવરએ ફરીયાદીને રૂ.4 લાખ રૂપીયા આપ્યા હતા અને આ રૂપીયા ફરીયાદી થેલામાં લઈને નીકળ્યા ત્યારે મોરબી શનાળા ગામ પાસે લીમડા વાળા મેલડી માતાના મંદીર પાસે બજરંગ પાન વાળા કેતનભાઈને રૂ.30 હજાર આપવાના હતા તે આપ્યા હતા જેથી રાત્રીના સાડા નવેક વાગ્યાના સમયે તેને ફોન કરીને બોલાવેલ હોય અને આ કેતનભાઈ રોડ પર આવી તેને રૂ.30 હજાર આપ્યા હતા અને બીજા રૂ.20 હજાર પેન્ટના ખીસ્સામાં રાખી દીધા હતા. ત્યારબાદ કેતનભાઈ પૈસા લઈ જતા રહ્યા હતા તેઓ પણ પોતાના ઘરે જવા નીકળ્યા હતા ત્યારે પાછળથી એક એકટીવા લઇને એક વ્યકિત પાછળથી આવી ફરીયાદીના હાથમા રહેલો થેલો ઝુટવી અચાનક બળજબરી કરતા બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને આરોપી ફરીયાદીના ગામનો વિશાલ વેલજીભાઈ રબારી ફરીયાદીના હાથમાંથી રૂ.3.50 લાખ ભરેલો થેલો લઈને નાસી ગયો હતો. જેથી આ બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular